કચ્છ માંડવી ખાતે જન્મેલાઆઝાદીના લડવૈયા ક્રાંતિવીર ગોપાલદાસ માવજી પુરેચા:આઝાદીની ચળવળમાં નોંધ પાત્ર ફાળો…..
ગોપાલદાસ માવજી પુરેચા ને 1972 ની સાલ માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી એ મુંબઈ ના સન્મુખાનંદ હોલ માં તામ્બ્ર પત્ર અને સિલ્વર મેડલ આપી સન્માનિત કર્યા હતા સાથે માનધન પેન્શન પણ તેમને આપવાની ભલામણ કરી પરંતુ તે જ સમય તેમણે પેન્શન લેવાની ઘસી ને નાં પાડી દીધી અને કહ્યું હતું કે હું જેલમાં પેન્શન મેળવવા નહોતો ગયો દેશ પ્રત્યે ની મારી લાગણી ના કારણે હું આઝાદી ની લડત ભારત છોડો આંદોલન માં જોડાયો હતો ક્રાંતિવીરો ના કર્યો ની આપ કરેલી કદર ને હું આવકારું છું પણ આ સાથે હું આજીવન આ પેન્શન નહિ લવું તેવી પ્રતીજ્ઞા લાવ છું અને તેઓ જીવ્યા ત્યાં સુધી તેમણે પેન્શન ના જ સ્વીકાર્યું ત્યારે મારી ઉંમર 12 વરસ ની હતી ......સન્મુખાનંદ હોલ તાળીઓ થી ગુંજી ઉઠ્યું હતું તેમની સાથે દાદા ધર્માધિકારી અને તાબજી ભાઈ સોલંકી નામના અન્ય બે સ્વાતંત્રય સેના નીઓ એ પણ પેન્શન ના લેવાનો નિર્ણય જાહેર કરતા ઇન્દિરા ગાંધી પ્રભાવિત થયા હતા
ભારતની આઝાદીની ચળવળમાં નોંધ પાત્ર ફાળો આપનાર મુંબઈ અને પૂના ની ભૂમિ પરથી ક્રાંતિ સર્જનારા મૂળ કચ્છ માંડવીના સપૂત આઝાદીના લડવૈયા ક્રાંતિવીર ગોપાલદાસ માવજી પુરેચા કચ્છના માંડવી ખાતે એક સાધન સમ્પન સુખી પરિવારમાં જન્મેલા તેજસ્વી ગોપાલદાસ ક્રાંતિવીર બનશે તેવો કોઇને સપનેય વિચાર આવ્યો નહીં હોય, પરંતુ આ મહાન વ્યક્તિએ મહારાષ્ટ્ર ના પૂના ખાતે ની ભૂમિ પર ક્રાંતિનું બ્યૂગલ વગાડયું.ગુજરાતી ,મરાઠી ,હિન્દી , સંસ્કૃત તથા અંગ્રેજી ભાષાપર પ્રભુત્વ ધરાવતા ગોપાલદાસ માવજી પુરેચા એ મહાત્મા ગાંધી ની પ્રેરણા સાથે દેશને અંગ્રેજોના શાસનમાંથી મુિકત અપાવવા અથાગ પ્રયત્નો કર્યા હોવાના બોલતા પુરાવા હાથ લાગ્યા છે .
ઇ.સ.૧૯૧૬ ના કચ્છ માંડવી ખાતે જન્મેલા ગોપાલદાસ માવજી પુરેચાની હિન્દુસ્તાનના ઈતિહાસમાં નોંધ લેવાશે તેવું આ કાર્ય માંડવીના આ સપુતે કર્યું હતું . મૂળ કચ્છ માંડવીના વતની ,આફ્રિકા ખાતેના મોઝામ્બિક સ્થિત શેઠશ્રી દામોદર આનંદજી ના મુનીમજી અને કચ્છ માંડવી ભાટીયા સમાજ ના એક જમાના ના મહાજન પ્રમુખ શેઠ શ્રી વીરજી નારાયણદાસ ના એક ના એક પનોતા સુપુત્ર માવજી ભાઈ ના ૨ ક્રમાંક ના સુપુત્ર ગોપાલદાસ ,બચપણ થી જ લડાયક મિજાજ ધરાવતા ,માંડવી અખાડામાં તેમનું ગાજેલું નામ , દેશની આઝાદી માટે વિદેશની ધરતી માટે મુંબઈ અને પૂના ની ભૂમિ પરથી ક્રાંતિ સર્જનારા કચ્છ માંડવીના સપૂત ક્રાંતિવીર ગોપાલદાસ માવજી પુરેચા , કચ્છના માંડવી ખાતે એક સાધન સમ્પન સુખી પરિવારમાં જન્મેલા તેજસ્વી ગોપાલદાસ ક્રાંતિવીર બનશે તેવો કોઇને સપનેય વિચાર આવ્યો નહીં હોય, પરંતુ આ મહાન વ્યક્તિએ મહારાષ્ટ્ર ના પૂના ખાતે ની ભૂમિ પર ક્રાંતિનું બ્યૂગલ વગાડયું.ગુજરાતી ,મરાઠી ,હિન્દી , સંસ્કૃત તથા અંગ્રેજી ભાષાપર પ્રભુત્વ ધરાવતા ગોપાલદાસ દેશને અંગ્રેજોના શાસનમાંથી મુિકત અપાવવા અથાગ પ્રયત્નો કર્યા.
No comments:
Post a Comment